મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસ અને એલપીજી ગેસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતા પ્રોપેન ગેસના ભાવમાં વધારો થયો છે તો ગેસના ભાવમાં વધારો થતા સિરામિક ઉધોગ પર માઠી અસર થશે
કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે ઈમ્પોર્ટ ડ્યુટી અગાઉ 2.૫૦ ટકા હતી જેમાં ૧૨.૫૦ ટકા વધારો કરી ૧૫ ટકા કરી નાખવામાં આવી છે જેથી સિરામિક ઉદ્યોગમાં મુખ્ય ઇંધણ તરીકે વપરાતા પ્રોપેન અને એલપીજી ગેસના ભાવોમાં વધારો થતા સિરામિક ઉદ્યોગ વૈશ્વિક બજારમાં હરીફાઈમાં ટકી રહેવા સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છેમોરબી સિરામિક એસોના પ્રમુખ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગેસના અગાઉ 44.૫૦ રૂપિયા ભાવ હતા તેમાં ૫ રૂપિયા જેટલો વધારો થયો છે અને હવે નવા ભાવ ૪૯.૫૦ સુધી પહોંચી ગયા છે અગાઉ સરકારે રાહત આપતા ગેસનો ભાવ ઘટ્યો હતો જોકે ફરીથી ગેસનો ભાવ વધારો થતા સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીઓ સર્જાશે તો સરકાર પાસે માગ કરવામાં આવી છે કે પ્રોપેન ગેસનો વપરાશ મોરબીના ૪૫૦ જેટલા સિરામિક કરે છે ત્યારે આ ભાવ વધારો પાછો ખેચવામાં આવે જેથી સિરામિક ઉધોગને વધુ મુશ્કેલી ના પડે