જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે. અને પાંચ દિવસ સુધી ચાલે છે. તો હિંમતનગર શહેરમાં વિવિધ મંદિરોમાં જયા પાર્વતી વ્રત કરનાર યુવતીઓ વહેલી સવારે જઈને પૂજા કરી હતી. ગોકલેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા ૨૦ વર્ષથી જયા પાર્વતી વ્રત અજિત શાસ્ત્રી દ્વારા કરવામાં આવે છે. આ વ્રત કરવાથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીનાં આર્શીવાદ પ્રાપ્ત મળે તેથી પૂજાઓ કરવામાં આવી હતી. જોકે આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં યુવતીઓ તેમના પરિવાર સાથે પૂજા વિધિ કરી હતી આજે પાંચમા દિવસે રાત્રે જાગરણ કરવામાં આવશે.
ઉમંગરાવલ સાબરકાંઠા