રાજકોટ શહેરમાં વિદેશી દારૂ, ચરસ, ડ્રગ્સ અને ગાંજાનાં દૂષણ બાદ હવે આયુર્વેદિક સિરપનું દૂષણ યુવાનોમાં વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે અલગ અલગ પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે નશીલા પદાર્થનું યુવાનો સેવન કરતા હોવાની ફરિયાદ મળતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આ દૂષણ અટકાવવા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસને સૂચના આપી હતી. જે દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બીટી ગોહિલ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી. એ મુજબ રાજકોટ શહેરમાં આયુર્વેદિક સિરપની બોટલો સપ્લાય થાઈ તે પહેલા તેના પર વોચ ગોઠવી એકસાથે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાં સપ્લાય માટે નીકળેલા 5 ટ્રક ને જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસે એને અટકાવી તલાસી લેતાં અલગ અલગ 6 જેટલી બ્રાન્ડની 73,275 સિરપની બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 73.27 લાખ જેટલી થાય છે. આ પછી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતાં એમાંથી ગીતાંજલિ દ્રાક્ષાસવ સ્પેશિયલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ ક્ધકાસવ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ, ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી હતી. ત્યારે પોલીસે આ સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે કેમ એની ખરાઈ કરવા માટે સેમ્પલ મેળવી એફએસએલમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી બાજુ, સિરપનો આ જથ્થો ક્યાંથી રાજકોટમાં આવ્યો છે, કોણ લાવ્યું છે, કોને આપવાનો હતો,એ સહિતની દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર; ક્રાઇમ બ્રાન્ચે પકડી 5 ટ્રક ભરેલી સિરપની 73 હજાર બોટલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -