સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર ની અંદર માં ઠેર ઠેર ગુરુપૂર્ણિમા ની ભાવભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ધોરાજીમાં પણ અનેક સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષ પણ ધોરાજીની ઐતિહાસિક ગણાતી શૈક્ષણિક સંસ્થા લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત પટેલ વિદ્યામંદિર પ્રાથમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમા પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને ગુરુ વંદના સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતી આ લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત પટેલ વિદ્યામંદિર પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ અને શિક્ષકો અને શાળાના આચાર્યો દ્વારા અને શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા ગુરુપૂર્ણિમા વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી