ચોટીલા પંથકમાં જુદી જુદી જગ્યાએ આવેલી ગુરુ ગાદીની જગ્યાએ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જેમાં ચિરોડા ખાતે બુદ્ધગિરી બાપુની જગ્યાએ, જાનીવડલામાં ગોપાગીરી બાપુની જગ્યાએ, પાસવડામાં રામરતનગીરી બાપુની જગ્યા સહિતની અન્ય જગ્યાઓ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અને ગુરુજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી
ચોટીલા ના ચાણપા ગામમાં ગુરુબાપુની મૂર્તિની પ્રતિષ્ઠા પણ ગુરુપૂર્ણિમા ના દિવસે કરવામાં આવી હતી જે નિમિત્તે ભંડારો પણ રાખવામાં આવ્યો હતો. જુદા જુદા ગુરુ આશ્રમો ખાતે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ મહાપ્રસાદ આરોગીને ધન્યતા અનુભવી હતી.