રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે ગુરુકુળમાં ધો. 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઊપડતા ઢળી પડ્યો હતો, આથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે એ પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી.