ચોટીલા તાલુકાના ત્રિવેણી ઠાંગા ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા તંત્ર સતર્ક બન્યું છે નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા વહીવટી તંત્રએ સાવચેત કર્યા છે ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીની આવક હાલ ચાલુ જ હોય ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાઓને ધ્યાને લઈને તંત્ર સાબદુ બન્યુ છે નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા, ખાટડી, ડાકવડલા, શેખલિયા, મેવાસા અને લોમા કોટડી સહિતના ગામોને એલર્ટ કર્યા છે નદીના ભાગમાં અવર-જવર નહિ કરવા અને મિલકત માલઢોરને સલામત સ્થળે લઈ જવા તાકીદ કરી હતી
રીપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.