સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ૮૦ મી વાર્ષિક સામાન્ય સભા રાજ્યકક્ષનાં મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના રીજીયોનલ સેક્રેટરી દિલીપભાઈ પાધ્યા મુખ્યમ હેમાન પદે ભાવનગર ખાતે યોજાઇ હતી મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધવાની છે. ગુજરાત એરપોર્ટ, રોડ નેટવર્ક, પોર્ટ, રેલવે, દરિયાઈ માર્ગ જેવી સુવિધાઓ ધરાવતું રાજ્ય છે. ડિફેન્સ ક્ષેત્રે પણ ગુજરાતમાં આગવું પ્રદાન છે આ ઉપરાંત ભારતમાં સૌપ્રથમ સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતે લાવીને નવા ઉધ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પડ્યું છે. મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગ સાનુકૂળ નીતિઓને કારણે ભાવનગરના ઉદ્યોગપતિઓએ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છબી ઉભી કરી છે. સરકાર પણ તેમને હંમેશા તમામ મદદ કરવા તૈયાર રહે છે. સરકારી તંત્ર અને તેના અધિકારીઓ હંમેશા મદદ માટે તત્પર રહે છે તે સરકારની હકારાત્મકનું પ્રતિબિંબ છે. આ કાર્યક્રમ દરમિયાન ૨૦૨૨-૨૩ નાં વર્ષનો સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એકસેલન્સ “ડેવલપમેન્ટ થ્રુ ડાયવર્સીફીકેશન” વિષય અંતર્ગત આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એકમ આવડકૃપા પ્લાસ્ટોટેક પ્રા.લી.ને અને હેરાલ્ડ ઇન્ફ્રાટેકને લેટર ઓફ એપ્રિસિએશન ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર