આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રતનો હિન્દુ કેલેન્ડર મુજબ આરંભ અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજના દિવસે સમાપ્તી થાય છે આ વ્રતને કરવા માટે કુમારિકાઓ તથા પરણીતાઓ શિવ મંદિરે જઈને શિવ પાર્વતીની પૂજા કરે છે હિન્દુ માન્યતા અનુસાર આ વ્રત કરવાથી બહેનોને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્યપણું પ્રાપ્ત થાય છે, સારો પતિ અને પુત્ર મળે છે સૌરાષ્ટ્રમાં આ વ્રતને મોળાકત વ્રત પણ કહેવામાં આવે છે. નિષ્ઠાપૂર્વક પાંચ દિવસ વ્રત કરી દિકરીઓ વ્રતના અંતિમ દિવસે શિવ-પાર્વતીની સ્તુતિ-પાઠ કરે છે અને જાગરણ કરી શિવ-પાર્વતીને પોતાની ભક્તિ અર્પણ કરે છે.અને આ રીતે જયા પાર્વતી વ્રતની સમાપ્તિ થાય છે
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર