રાજકોટમાં આજી ડેમમાં ઝંપલાવી ભરયુવાનીમાં CAનો અભ્યાસ કરતા શુભમ બગથરિયા એ જિંદગી ટૂંકાવતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. યુવકે આપઘાત કરતાં પહેલાં પોતાના મોબાઈલમાં બે વીડિયો બનાવ્યા હતા, જેમાં તે બોલે છે કે ‘તીનપત્તી માસ્ટરમાં રૂપિયા હારી ગયો છું, મારી પાસે એટલાં પાપ છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી’ આ સાથેવીડિયો બનાવ્યા બાદ તેના પપ્પાને મોકલી યુવક આજી ડેમમાં કૂદી ગયો હતો. તેમજ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ દોડી આવતા તેના મૃતદેહની શોધખોળ હાથ ધરી ધરવામાં આવી હતી.