ભાદર-૨ ડેમના ૬ દરવાજા ૫ ફુટે ખોલાયા:હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના
ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-૨ સિંચાઈ યોજના નંબર-૧૪૯ ભાદર-૨ ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો
ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના છ દરવાજા વારે ૭.૪૫ વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે
ડેમ માંથી ૩૮૬૭૪ કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કરાયા
રાજકોટ ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા અપાઈ સૂચનાઓ
રાજકોટ જિલ્લામાં સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીનો વરસાદ
રાજકોટ તા. ૩૦ જુન – રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ નોંધાયો છે. જે મુજબ સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમ્યાન સૌથી વધુ વરસાદ જામકંડોરણામાં ૨૧ મી.મી, પડધરી ૪ મી.મી , રાજકોટ ૧ મી.મી, લોધીકા ૫ મી.મી, કોટડા સાંગાણી ૫ મી.મી, જેતપુર ૨ મી.મી. વરસાદ નોંધાયો છે, તેમ જિલ્લા કન્ટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.