રાજકોટમાં દર વર્ષે ઈદની ઉજવણી પૂર્વે જીવદયા સંસ્થા દ્વારા અમુક જીવોને મોતના મુખમાં ધકેલતા બચાવી લેવામાં આવે છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જીવદયા સંસ્થા દ્વારા અમુક ઘેટાં બકરાને બચાવી આજી ડેમ ખાતે મોકલવામાં આવ્યા હતા પરંતુ ત્યાં 20 જેટલા ઘેટાં બકરાના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે મહત્વની બાબત એ છે કે જીવ બચાવ્યા બાદ મોતના મુખમાં ધકેલાઇ ગયેલા આ અબોલ જીવના મોત થયા પછી એકપણ જીવદયાપ્રેમી ડોકાયો પણ ન હતો .
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની જીવદયા સંસ્થા દ્વારા અબોલ ઘેટાં બકરાઑને મોતના મુખમાંથી બચાવી આજી ડેમ ખાતે જૂના પક્ષીઘરમાં રાખવામાં આવ્યા હતા જીવદયા સંસ્થાના કહેવાતા જીવદયાપ્રેમીઓએ અબોલ પશુઓને બચાવી તો લીધા પરંતુ તે પછી તેની દરકાર લેવાની તસ્દી પણ લીધી ન હતી ભૂખ્યા ઘેટાં બકરાની કાળજી નહિ લેવાતા બે દિવસમાં 20 જેટલા ઘેટાં બકરાના કરૂણ મોત નિપજ્યાં છે જીવદયાના નામે ચરી ખાતા કહેવાતા જીવદયાપ્રેમીઓની માનવતર મરી પરવારી હોય તેમ આ ઘટના બાદ એકપણ જીવદયાપ્રેમી ડોકાયો પણ ન હતો હદ તો ત્યારે થઈ ગઈ કે અબોલ જીવોના મોત થયા પછી તેમની અંતિમવિધિ માટે પણ તસ્દી લીધી ન હતી અને અતિ બિસ્માર હાલતમાં અબોલ જીવોના મૃતદેહો પડી રહ્યા હતા અબોલ જીવોના નામે મસમોટું દાન મેળવી સમાજના મહાન શ્રેષ્ઠી હોવાનો દેખાડો કરતાં આ જીવદયાપ્રેમીઓ સામે લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે.