ભારત ની આત્મા એટલે રામાયણ, ત્યારે આ આત્મા નો અહેસાસ કરાવવા તમિલનાડુંના શિવાકાશીમાં એક અનોખો રામાયણ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રામાયણ ગ્રંથ તૈયાર કરતા પાંચ વર્ષનો સમય લાગ્યોછે. તેમજ રામાયણના સાત કાંડને ત્રણ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. જેનો કુલ વજન 45 કિલો છે. તેમજ આ રામાયણ ભારત અને જર્મનીના વૈદિક નિષ્ણાતોદ્વારા તૈયાર અરવામાં આવ્યો છે. ત્યારે ગ્રંથમાં વિશ્વભરના 100 ચિત્રકારોએ રામાયણના વિવિધ પ્રસંગોના 300 થી વધુ ચિત્રો સ્વરૂપે રજૂ કર્યા છે. આ અનોખી રામાયણ એક સદી સુધી સાચવી શકાય તે માટે તેને ઈટલીના કાગળ વાપરિ તૈયાર કરવામાં આવી છે. તેમજ આરામાયણને ભારતીય સંસ્કૃતિના વારસાને વિશ્વની તમામ પેઢી નિહાળી શકે, સાચવી શકે તે માટે દેશ-વિદેશની તમામ લાઈબ્રેરીમાં મોકલવામાં આવશે.આ સાથે આ રામાયણ ગ્રંથની કિંમત ₹ 1.65 લાખ છે. આ અંગે વધુ માહિતી આપતા ધનજીભાઇ કાવરએ જણાવ્યું કે આ ગ્રંથમાં કુલ 24 હજાર શ્લોક છે. તેમજ આખી રામાયણ સંસ્કૃત અંગ્રેજી અને હિન્દી ભાષામાં તૈયારકરવામાં આવી છે. જેમાં માત્ર ચોપાઈનો જ અભ્યાસ કરવો હોય તો તે સંસ્કૃત ભાષામાં છે.આ સાથે આ રામાયણ ગ્રંથના બોક્સ બનાવવા માટે કેનેડાથી સાત કન્ટેનર ભરીને વૂડ લાકડાં ઇમ્પોર્ટ કર્યા છે. તેમાંજ વિષયની શુદ્ધતા જાળવી રાખવા માટે પ્રિન્ટિંગમાં વેજિટેબલ ઈન્ક અને બાઈડિંગમાં વનસ્પતિજન્ય ગુંદરનો ઉપયોગ કરાયો છે.આ ઉપરાંત રામાયણનો લાભ ભાવી પેઢીને વારસો તરીકે મળે, અને સનાતન ધર્મને આજનો નાનો બાળક પણ જાણી શકે તે હેતુથી આ અનોખી રામાયણ તૈયાર કરવામાં આવી છે.
રામાયણનો અહેસાસ કરાવવા તમિલનાડુંના શિવાકાશીમાં એક અનોખો રામાયણ ગ્રંથ તૈયારકર્યો…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -