રાજકોટ: મૂળ બારડોલીના અને હાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહી કાલાવડ રોડ પર આવેલ VVP એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરના કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને ગઈકાલે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેણે પ્રથમ સોડા પીધી હતી. બાદમાં મિત્રને ફોન કરતા મિત્રો 108 મારફત હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે કલ્પેશને વારંવાર એસીડીટીની પ્રોબ્લેમ થતી હતી કલ્પેશ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેના પરિવારમાં તેનાથી મોટા એક બહેન પણ છે. હાલ યુવાન પુત્રને ગુમાવવાથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં આર્કિટેક્ચરના ફાઇનલ યીઅરમાં અભ્યાસ કરતાં તાપીના યુવાનનું હાર્ટએટેકથી મોત
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -