પ્રાંતિજ ના વદરાડ ખાતે આવેલ તળાવ મા મંગળવારની વહેલી સવારે કોઇ અજાણ્યા ઈસમની કોવાયેલ હાલતમા લાશ પડી હોવાના વાયુવેગે સમાચાર પ્રસરી જતા લોકોના ટોળેટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા કોઇએ પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી તો પ્રાંતિજ ફાયર બ્રિગેડના કેપ્ટન મુકેશભાઇ પરમાર, ગોવિંદભાઇ પટેલ સહિતની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને તળાવમાથી લાશને બહાર કાઢી હતી મૃતક ગામનાજ રતિભાઇ લક્ષ્મણ ભાઇ વાધેલા હોવાનુ જાણવા અને ઘરેથી એક દિવસ અગાઉ નીકળી ગયા હોવાનુ જાણવા મળ્યું છે.
ઉમંગ રાવલ