ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ચોર તસ્કર ટોળકીઓ સક્રિય થઈ છે.બે દિવસમાં બે સ્થળોએ તસ્કરોએ હાથફેરો કરી પોલીસને પડકાર ફેંક્યો છે.બે દિવસ અગાઉ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી સાયકલ ચોરી કરીને જતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ત્યારે ગત રાત્રીના ફતેપુરા મેન બજારના ભરચક વિસ્તારમાંથી એટીએમ મશીનમાં તસ્કરો ત્રટક્યા હતા અને એટીએમ મશીનમાં તોડફોડ કરી હતી અને બાજુમાં આવેલા કબાટની પણ તોડફોડ કરી હતી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો.
આ ચોરીના પ્રયાસમાં તસ્કરો સફળ થયા નથી