અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુર રોડ પર નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટવાની ઘટનાનો મામલો સામે આવ્યો છે. જેમાં ફોરસ્કવેર બિલ્ડીંગના એન્જીનીયર અને કોન્ટ્રાકટર સામે સા પરાધ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફોરસ્ક્વેર બિલ્ડીંગની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં શ્રમિકનું મોત નીપજ્યું હતું જે અંગે ફરિયાદ કોન્ટ્રાક્ટર ગિરીશ પટેલ અને એન્જીનીયર સામે મૃતકના પરિજન ખાલિદભાઈ શેખે નોંધાવી છે. જેમાં એન્જીનીયર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને લઈ ફરિયાદ સમગ્ર ઘટનાને લઈ મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથધરી છે. જેમાં ચોથા માળે ચાલતા કામ દરમિયાન ત્રણ શ્રમિકો નીચે પટકાતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું તેમજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ અન્ય બે શ્રમિકોને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હોવાનું પણ સામે આવ્યું છે.