બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ ઉલ અઝા (ઈદ)ના તહેવાર નિમિત્તે DySP મહર્ષિ રાવલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં બોટાદ શહેરમાં શાન્તિ અને સલામતી જળવાય રહે અને આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય બોટાદના દરેક વિસ્તારમાં શાન્તિ સલામતી સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં બોટાદ પોલીસ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ, બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ, PSI ઈન્દ્રજીતસિંહ જાડેજા સહિત પોલીસ કર્મચારી અને હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાલજી સોલંકી