રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે. કેટલાક વિસ્તારમાં તો આગોતરૂં વાવેતર પણ થઈ ચૂક્યું છે. ગઈકાલે સૌરાષ્ટ્ર સહિતના કેટલાય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારો હજી પણ કોરા ધાકોર છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સારા વરસાદની રાહ છે.એક તો ચોમાસું 10 દિવસ મોડું આવ્યું હોવાથી ખેડૂતોને વાવણી કરવામાં પણ મોડું થયું છે. સાબરકાંઠા જીલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા. જેને લઈને આ વખતે પણ ખેડુતો વધુ વાવેતર કર્યું છે, પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જીલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે. હાલ વરસાદ ન પડતા પાક પણ મુરજાવા લાગ્યો છે. હાલ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને વાવેતર શરૂ કરે.નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ચાર દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ઉમંગરાવલ સાબરકાંઠા