શાપર, વેરાવળ, પારડી, ઢોલરા અને રીબડા સાથેના અનેક પંથકમા સાંજ થી વાદળછાયું વાતાવરણ થતાં ધીમીધારે ધારે વરસાદના આગમન સાથે ચોમાસાનો વિધિવત આરંભ થયો હતો. તો આ સાથે જ કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. તેમજ વાવણીલાયક વરસાદ પછી આજે વરસાદ પડતાં કપાસ મગફળી નાં પાકને જીવનદાન મળ્યું હતું જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. તેમજ વરસાદ આવતા રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતાં.
રિપોર્ટર કમલેશ વસાણી શાપર વેરાવળ