રાજકોટ NSUI દ્વારા આડેધડ વધારવામાં આવેલી ફીને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે FRCમાં રજુઆત બાદ કોઈપણ સ્કૂલનો ફી વધારો મંજુર નહીં કરાયો હોવાનું સામે આવતા આજે NSUIનાં આગેવાનો અને કાર્યકરો નિર્મલા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. તેમજ શાળા દ્વારા કરવામાં આવેલો ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવા માંગ કરી હતી. પ્રિન્સિપાલ આ માટે સહમત નહીં થઈને ચાલ્યા જતા NSUI દ્વારા પ્રિન્સિપાલની ખુરશી ઉપર બેનર લગાવી NSUIનો ઉગ્ર વિરોધ કરાયો હતો. ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી હતી. આ મામલે NSUIના આગેવાન અને કરાર્યકોરોની પોલીસે અટકાયત કરી છે. તેમાંજ આ અંગે આ અંગે NSUIનાં પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, નિર્મલા સ્કૂલ દ્વારા એલકેજીની ફીમાં અચાનક રૂ. 17 હજારનો વધારો કરવામાં આવ્યો છે. અને રૂ. 40 હજારવાળી ફી રૂ. 57 હજાર કરી દેવામાં આવી છે. જેને લઈને આજરોજ શાળાનાં પ્રિન્સિપાલને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે પ્રિન્સિપાલ યોગ્ય પ્રત્યુત્તર આપ્યા વિના ચાલ્યા ગયા હતા. જેને લઈને તેમની ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી હતી.