રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીને લઈને કમિશ્નરે પ્રતિક્રિયા આપી. જેમઆ જણાવ્યું હતું કે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ૯૦૦ જેટલા સી.સી.ટી.વી કેમેરાથી નજર રાખવામાં આવશે. તેમજ આગામી ૧૫ દિવસમાં મહત્તમ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જે માટે પાણી ભરાતા વિસ્તારોમાં લાગુ પડતા અધિકારીઓને પૂર્વ તૈયારી ના ભાગ સ્વરૂપે જાણ કરવામાં આવી હતી. આ સાથે જર્જરિત મકાનોના માલિકને નોટિસ પણ ફટકારવામાં આવી છે. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વોંકળા માંથી ઝાડી ઝાંખરાઓ દૂર કરવા માટે જે તે એન્જિનિયરને કામગીરી સોંપવામાં આવશે.
બાઈટ આનંદ પટેલ (કમિશનર,રાજકોટ)