ધોલેરામાં માટી કામ કરતા કોન્ટ્રાકટરને તથા તેના માણસોને માર મારી વાહનોમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આગ ચાંપી દીધી હતી ત્રણથી વધારે લોકોને ઇજા એકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી આરોપીઓએ કોન્ટ્રાકટર પાસે માટી કામ કરવું હોય તો બે લાખ આપવા કીધું હતું પરંતુ કોન્ટ્રાક્ટરે પૈસા ના આપતા બે ત્રણ ગામના લોકોએ માર મારી વાહનોને આગ લગાડી હતી બે કરોડનું કોન્ટ્રાકટરને નુકસાન પહોંચાડ્યું હતું ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માં માટી કામ કરતા mkcમાં કોન્ટ્રાકટરના પાચ વાહનોમાં આગ લગાડાઈ હતી
અસામાજિક તત્વોએ કોન્ટ્રાકટર પાસે માટી કામ કરાવવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડસે જે રૂપિયા કોન્ટ્રાકટરે નહિ આપતા વાહનોમાં આરોપીઓએ આગ લગાવી મશીનરી ચલાવતા ડ્રાઇવરો અને mkc કમ્પનીમાં માણસોને ઘાતક હથિયારો વડે માર માર્યો હતો
ધોલેરા પોલીસે મથકે કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોધાવી હતી પોલીસે 16 લોકોના નામ સાથે અને અજાણ્યા 35 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.