બનાસકાંઠાના ડીસામાં ભગવાન જગન્નાથની ૨૭ મી ભવ્ય રથયાત્રાનું હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જય રણછોડ માખણ ચોર, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, અને જય જગન્નાથ જય જગન્નાથના નાદ સાથે વિશાલા મંદિર થી લઈને ડીસાના મુખ્ય માર્ગો પર જગન્નાથ ભગવાનની રથયાત્રા ફરી હતી. જેમાં ભગવાન જગન્નાથના દર્શન કરી લોકોએ ધન્યતા આનુભવી હતી. તેમજ રથયાત્રામાં લોકોનું મનોરંજન પૂરું પાડવા અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા લાઠી ડાન્સ તેમજ વિવિધ વેસભૂષાક પહેરી હાથી ઘોડા ઉપર બેસી તેમજ દેવી દેવતાઓના સ્વરૂપ લઈ લોકોને મંત્રમુક્ત કર્યા હતા. તેમજ ડીજે તેમજ લાઇવ પ્રોગ્રામો દ્વારા પણ લોકોનું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા બંને એક સાથે રથયાત્રામાં નજરે પડ્યા હતા તેમજ પોલીસ તંત્રની તેમજ વહીવટી તંત્રની કામગીરી પ્રશંસનીય રહી હતી
અહેવાલ રાજુ પુનડીયા