ધારીમાં ભગવાન જગન્નાથ, ભગવાન શ્રી રામદેવજી મહારાજ, સંત શ્રી વેલનાથ બાપુ ની અષાઢી બીજ નિમિત્તે પુજ્ય સંત શ્રી વેલનાથ બાપુ ની વાડી પ્રેમપરામાં સોનાના દાણા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોને સમુહ પ્રસાદ અને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ સુરત સંચાલિત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહકારથી દિકરીના જન્મ થી લગ્ન સુધીની સફર એટલે વ્હાલી દીકરીના વધામણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૬૦ દિકરી ઓને સોના ના દાણા આગેવાનોના હસ્તે આપવામાં આવ્યાં હતા. તેમજ આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ધીરૂભાઇ મકવાણા પ્રમુખ સમુહ લગ્નોત્સવ અમરેલી, પુનમબેન મકવાણા મહામંત્રી ધારી તાલુકા મહિલા ભાજપ મોરચો તથા સરોજબેન બારૈયા, પ્રમુખ સમુહ લગ્નોત્સવ પ્રેમપરા અને પ્રમુખ શ્રી જય વેલનાથ એજ્યુકેશન ટ્રસ્ટ ના સભ્યો સહિતના અનેક આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું હતું.
રિપોર્ટર સંજય વાળા ધારી