ચોટીલા રઘુવંશીઓ દ્વારા અષાઢી બીજ ની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરિયાલાલ દાદાની આરતી પૂજન અર્ચન કરી તમામ રઘુવંશીઓ એ સાથે પ્રસાદ પણ લીધો હતો. તેમજ આ સમગ્ર આયોજન ચોટીલા લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ સાથે “હું અને મારો પરિવાર” નામનો એક સમાજ લક્ષી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિત ચોટીલા ટી.ડી.ઓ. અશોકભાઈ સાઇતા અને એસ.બી.આઇ અશોકભાઈ કોટકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશભાઈ ખખ્ખર ,ચેતનભાઇ રાજવીર ,મિતુલભાઈ પુજારા એ જહેમત ઉઠાવી હતી. તેમજ આ કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર મુકેશ ખખ્ખર