32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ચુવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ અને સંત વેલનાથ બાપુ જન્મ જયંતી સમિતી દ્વારા સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું…


ચુવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ અને સંત વેલનાથ બાપુ જન્મ જયંતી સમિતી દ્વારા સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંજ આ શોભાયાત્રાને સવારે 8-30 કલાકે કિશાનપરા ચોક થી પ્રસ્થાન કરવી જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, સીવીલ હોસ્પીટલ ચોક, પારેવડી ચોક થઈને ચીન લેન્ડ ચોકડીએ મહાપ્રસાદ લઈ પૂર્ણ કરવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં સંતો, મહંતો જોડાય હતા. તેમજ રામદાસ બાપુ- રણુજા મંદિર, ભગત મનુભાઈ ઘેણોજા-રાજકોટ, સાંઈનાથ બાપુ ખડખડ ભગત, વાઘજીભાઈ-વેલનાથ મંદિર હરીપર, પ.પૂ.નિર્મળ સ્વામી – યોગીધામ સમઢીયાણાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સૌરાષ્ટ્ર ગુજરાત માંથી સમાજના અસંખ્ય આગેવાનો જોડાય હતા. તેમજ શોભાયાત્રાને સફળ બનાવવા સમિતિના પ્રમુખ દેવભાઈ કોરડીયા, મહામંત્રી દેવાંગભાઈ કુકાવા, ઈનચાર્જ દિપકભાઈ બાબરીયા, ઉપપ્રમુખ દિપકભાઈ મણસુરીયા, જીગ્નેશ માલકીયા, દિનેશ મકવાણા, નટુભાઈ કૂવરિયા, અતુલ બબારિયા, મનસુખભાઈ ધામેચા, દિપક માણસુરીયા, દિપક બવારવા, મનસુખભાઈ ધેનોજા, સુભાષ આધોળા વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -