સૌરાષ્ટ્રનો ધબકાર સિટી ન્યૂઝ ચેનલની નવી ઓફિસ ખાતે આજે અષાઢી બીજ નિમિતે ગાયત્રી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આર્ય સમાજ પશ્ચિમ વિભાગના વિધ્વાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, વિધિ વિધાન સાથે યજ્ઞ કરાવ્યો હતો યજ્ઞમાં સિટી ન્યૂઝ ચેનલના એડિટર નીતિનભઇ નથવાણી અને નિયતીબેન નથવાણી બિરાજમાન થયા હતા સાથોસાથ સમગ્ર સિટી ન્યૂઝ સ્ટાફ પણ હવનમાં જોડાયો હતો અને યજ્ઞમાં આહુતિ આપી આશીર્વાદ મેળવ્યા હતા સિટી ન્યૂઝ ચેનલની નવી અને અતિ આધુનિક ઓફિસનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે ટુંક સમયમાં જ નવી ઓફિસ ફરી કાર્યરત થઈ જશે