પ્રમાણિકતા, નિષ્ઠા, નીડરતા, આદર્શ અને ઇમાનદારીના પર્યાય એવા ગુજરાત રાજ્ય પોલીસના આઇકોન સમા નિવૃત્ત આઇપીએસ રઘુરાજસિંહ દિલીપસિંહ ઝાલાનું 88 વર્ષની વયે ગઇકાલે નિધન થતાં પોલીસ પરિવારમાં ભારે શોક અને દુઃખની લાગણી છવાઈ જવા પામી છે. તેમાંજ રાજકોટ ખાતે યુનિવર્સિટી રોડ પર નીલસિટી બંગલોમાં તબીબ પુત્ર સાથે છેલ્લા થોડા માસથી રહેતા આર.ડી.ઝાલાની આજે સવારે તેમના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રા પહેલા અંતિમ દર્શન માટે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સહિતના વર્તમાન તથા નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત આ સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી બાદમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.