મોરબીમાં અષાઢી બીજના પાવન પર્વે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે મહેન્દ્રપરા ખાતે આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી ભવ્ય રથયાત્રા પ્રારંભ કરવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળે મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજી મંદિર ખાતે પૂર્ણ થઇ છે
મોરબીના મહેન્દ્રપરા ખાતેથી અષાઢી બીજ નિમિતે ભવ્ય રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શરુ થઈને મહેન્દ્રપરા, પરા બજાર થઈને શહેરના નહેરુ ગેઇટ ચોક, ગ્રીન ચોક અને દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને માલધારી સમાજના લોકો પરંપરાગત કેડિયું અને પાઘડી સહિતના પોશાક સાથે રથયાત્રામાં જોડાયા હતા તેમજ રથયાત્રામાં માતાજીના રથ ઉપરાંત ડીજે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે માલધારી સમાજ રાસ ગરબે ઘૂમી ધુમ્યા હતા
બાઈટ : કિશન ભગત, મચ્છુ માતાજીની જગ્યા