બોટાદ બસ સ્ટેન્ડમાં ઉભેલી પ્રેગનેન્ટ યુવતીની અજાણ્યા ચાર લોકો છેડતી કરતા હતા જેથી આ યુવતીએ પોતાના પતિને બોલાવી છેડતી કરનાર લોકોને સમજવાનો પ્રયત્ન કરતા હતા આમ છતાં આ ચાર શખ્શો યુવતી સાથેની જબરજસ્તી ના પ્રયત્નો ચાલુ રાખેલા હતા જેથી યુવતીના પતિએ તેના મિત્ર પ્રિતેશભાઈ ચાવડા ને બોલાવેલ અને વાત કરતા આ પ્રિતેશભાઈએ ચાર શખ્સોને સમજાવ્યા હતા. પરંતુ સમજાવવા કઘટ તેઓ માન્ય ન હતા. અને વચ્ચે પડતા પ્રિતેશભાઈ ચાવડા ને ચાર શખ્સોએ મળી પાઈપ વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ યુવતી ને પણ માર મારવામાં આવ્યો હતો. જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં હાલ આ બંને ઇજાગ્રસ્તોને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. તેમજ પોલીસ ને સનગર ઘટનાની જાણ કરાતા પોલીસ દ્વારા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે..