દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્ય ની બીજા નંબરની ભગવાનશ્રી જગન્નાથજીની 38 મી રથયાત્રનું આયોજન ભાવનગરમાં કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8.00 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધિ કરી સ્થાપના પૂજા અર્ચન કરવામાં આવેલ અને સંતો, મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજશ્રી જયવીરસિંહજીના વરદ્ હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા” વિધિ તથા ‘પરિ’ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ભાવનગરના લોકોમાં દર વર્ષ કરતા ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. તેમજ લોકોએ પોતાના વિસ્તારોને ધજા, પતાકા, રોશનીથી કંપનીઓ, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા સ્વાગત કમાનો લગાડવામાં આવી છે. તથા ઠેરઠેર પ્રસાદ, સરબત, છાશ, ચણા તથા જુદી-જુદી પ્રસાદીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તેમજ રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 ટન ચણાની પ્રસાદી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે રથયાત્રામાં પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, મેયર કિર્તીબેન દાણીધારીયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર