ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાં રાજસ્થાનથી લાવીને ટ્રક ભાંગી નાખવાનું મહા કૌભાંડ પકડી પાડ્યા બાદ આરોપીઓની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે કૌભાંડના માસ્ટર માઈન્ડ ત્રણ શખ્સો એક વર્ષથી ટ્રક ભાંગી નાખવાનું કૌભાંડ ચલાવી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે એકથી દોઢ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂતોક્યા છે. બીજી બાજુ કૌભાંડમાં સામેલ ઈશ્ર્વર અને કિશન નામના શખ્સો 2500-2500 રૂપિયા કમિશન લઈને જૂનાગઢના લલિત દેવમુરારી મારફતે ડાયરેક્ટ આ શખ્સોને ટ્રક આપી દેતા હતા. તેમજ આ લોકો સામે રાજસ્થાનમાં પણ ગુનો નોંધાયો હોય રાજસ્થાન પોલીસે તમામનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ એમ.જે.હુણ, એન.ડી.ડામોર, કે.ડી.પટેલ, એએસઆઈ ઘનશ્યામ મેણીયા, હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ સહિતનાએ રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર માલિયાસણ ચોકડીથી રાજકોટ તરફ જતા રસ્તે ઓવરબ્રિજની પાસે આવેલ ભંગારના ડેલા તેમજ કૂવાડવા રોડ, નવાગામ, રૂડા ટ્રાન્સપોર્ટનગર મેઈન રોડ ઉપર અશોક લેલન્ડ શો-રૂમની સામે આવેલા ભંગારના ડેલા પર દરોડો પાડી ગુજરાત તેમજ રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓમાંથી ટ્રક માલિકોને વિશ્વાસમાં લઈ તેમની સાથે છળકપટ અથવા કોઈ પણ રીતે અલગ-અલગ કંપનીના નાના-મોટા ટ્રક, ટ્રેલર, ડમ્પર એગ્રીમેન્ટની મેળવી હતી. તેમજ તમામનો કબજો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા
રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.