ભાવનગર શહેરમાં અષાઢીબીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરાગત 38મી રથયાત્રા યોજાનાર છે. જે ભારત દેશની ત્રીજા ક્રમની તેમજ ગુજરાત રાજયની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા છે. જેને પોલીસ તંત્ર દ્રારા આજરોજ નિજ મંદિરેથી 17.5 કિલોમીટરના રુટ પર તથા ઘોઘા ગેઈટથી હલુરિયા ચોક સુધી ફૂટ માર્ચ યોજી હતી. પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિને અનુલક્ષીને ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. જેમાં DySP-15, PI−44, PSI−144, પોલીસ- 2000થી વધુ (મહીલા સહિત ), SRP-5 કંપની, BSF-3 કંપની, હોમગાર્ડ-1500થી વધુ (મહીલા સહિત), વિડીયોગ્રાફરો-24, ડ્રોન–3, વોચ ટાવર–12, ગ્રુપ+ગામા મોબાઇલ- 38, બાઇક પેટ્રોલિંગ -15, ઘોડેશ્વાર–32, એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ−12, મેડિકલ ટીમ-4, ફાયર ફાયટર-4 દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર