અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નિકળનાર છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિકળનાર 41મી રથયાત્રા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.. રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા બાલકદાસજી મંદિર ખાતે રથની સફાઈ કરવામાં આવી,, ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે વિશેષ રંગબેરંગી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે આ વર્ષે રથયાત્રા ગાંધીવાડા, સોનિવાડા, ડબગર વાડા, વિનાયક ટોકીઝ, નંદનવન થઈ કુંભારવાડા થી સગરવાડા થઈ ગત વર્ષના રૂટ પ્રમાણે રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો છે,, રથયાત્રામાં 200 કિલો થી વધુ મગ, 120 કિલોથી વધુ જાંબુનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવશે,, રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના 2 રથ, 1 બગી, 2 ડીજે, 5 ઘોડેસવાર, 3 ટિમ વેશભૂષા, અખાડા, ભજન મંડળી સહિતના આકર્ષણો મુખ્ય રહેશે,, 20 જૂને યોજાનાર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ છે,, પોલીસ દ્વારા 1 DYSP, 2 PI, 10 PSI, સહિત 300 થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો અને પોલીસના વાહનો રથયાત્રાના રૂટ પર ખડેપગે રહેશે..
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી