ગુજરાત ટેબલ ટેનીસ એસોસિએશન હેઠળ રાજકોટ જિલ્લા એસોસીએશન દ્વારા હોસ્પિટલ ચોકની સામે આવેલા રેલવે ગ્રાઉન્ડ પર આ પ્રેકટીસ થાય છે. જ્યાં અત્યારે એક રોબોટ મુકવામાં આવ્યો છે.આ રોબોટ દરેક પ્રકારના કામ કરશે. તેમજ જો સામે કોઈ પ્લેયર નહીં હોય તો તે સાથે પ્રેક્ટીસ પણ કરશે. આઅ સાથે ઈન્ટરનેશનલ લેવલની પ્રેક્ટીસ કરવી હોય તો પણ આ રોબોટ સાથે કરી શકાશે. જે અંગે રાજકોટ જિલ્લા એસોસીએશનના સભ્ય હિરેન મહેતાએ કહ્યું કે બાળકોને પ્રેક્ટીસ કરાવવા માટે ગુજરાતમાં પહેલીવાર રાજકોટમાં આ રોબોર્ટ મુકવામાં આવ્યો છે. જેથી બાળકો રોબોર્ટ સાથે પ્રેક્ટીસ કરી શકશે. આઅ સાથે રોબોર્ટ ફાસ્ટ બોલ, સ્પિન, સ્પીડ સહિત અનેક સુવિધા પણ આપશે. તેમજ અત્યારે 20 થી 22 બાળકો ટેબિલ ટેનીસ રમવા આવી ઈન્ટરનેશનલ લેવલની પ્રેક્ટીસ કરે છે. તેમજ આઅ પ્રૅક્ટિસ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર કરાવવામાં આવે છે જેથી રાજકોટના વધુમાં વધુ લોકો અહી પ્રૅક્ટિસ કરવા આવે તેવી અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.