બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૪/૦૬/૨૦૨૩નાં રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગરથી ગોંડલ ચોકડી વચ્ચે વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૫મા આવેલ ધર્મેશભાઇ કાનગડનો ૫૦ X ૩૦નો પતરાનો શેડ સંજયભાઇ ગોંસાઇના મકાનની RCC દિવાલ પર ભારે પવનના કારણે ઉડીને બાજુના શેડ તથા મકાન પર પડતા ચીફ ફાયર ઓફીસરશ્રી અને ડે.ચીફ ફાયર ઓફીસરશ્રી તથા મવડી ફાયર સ્ટેશનની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આશરે ૧૫ થી ૨૦ ફુટ ઉપરના ભાગે પાઇપીંગમા પતરા ફીટ કરેલ સળંગ લાંબો શેડ આશરે ૧ કલાકની મહેનત બાદ પતરા દૂર કરી નીચે ઉતારેલ.
તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમા જેમકે (૧) લક્ષ્મીનગર (૨) ગુણાતીતનગર (૩) ડી માર્ટની બાજુમા કુવાડવા રોડ (૪) પવનપુત્ર ચોક સોરઠીયા વાડી (૫) સુર્યમુખી હનુમાન (૬) આર.એમ.સી કવાટર માર્કેટીંગ (૭) ડોમિનોઝ પિઝા સામે, જયંત કે જી મેઇન રોડ (૮) નાનમવા મેઇન રોડ (૯) કોઠારીયા રોડ (૧૦) પુષકર ધામ (૧૧) હરી ધવા રોડ (૧૨) રૈયા ટેલી. એક્ષ્ચેન્જ (૧૩) રાષ્ટ્રીય શાળા (૧૪) નિલકંઠ પાર્ક (૧૫) માલવીયા કોલેજ (૧૬) અતિથી ચોક (૧૭) ૮૦ ફુટ રોડ ફૌજી પાન (૧૮) વાણીયા વાડી (૧૯) ત્રિવેણી સોસાયટી (૨૦) માધાપર ગામ (૨૧) ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ નાનમવા રોડ (૨૨) ગોંડલ રોડ ચોકડી (૨૩) યુનિવર્સીટી રોડ (૨૪) પોપટપરા મેઇન રોડ (૨૫) ક્રિસ્ટલ મોલની પાછળ (૨૬) એ જી સોસાયટી (૨૭) સરિતા વિહાર (૨૮) માધાપર (૨૯) વિમલનગર મેઇન રોડ (૩૦) પુષ્કર ધામ મેઇન રોડ (૩૧) નીલ સીટી (૩૨) વિષ્ણૂ વિહાર સોસાયટી (૩૩) નાનમવા સર્કલ (૩૪) ઘનશ્યામ નગર (૩૫) જનકપુરી કુલ – ૩૫ જગ્યાએ જે તે વિસ્તારના સ્ટેશન ઓફીસરશ્રીની ટીમ દ્વારા પડી ગયેલ ઝાડને ખસેડી માર્ગ ખુલ્લા કરવામા આવેલ, આ કામગીરી ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ઉપરોકત કામગીરી કરવામા આવેલ.