રાજકોટ: બિપરજોય વાવાઝોડા અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય અને રામવન તા. ૧૪ અને તા. ૧૫ જુનના રોજ બંધ રાખવામાં આવેલ હતા જે આવતીકાલ પણ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને સાવચેતીરૂપે તમામ આવતીકાલ તા. ૧૬ જુનના રોજ પણ બંધ રાખવામાં આવશે તેમ, મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને ઈ.ચા. મ્યુનિ. કમિશનરશ્રી અનિલ ધામેલિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને ઈ.ચા. મ્યુનિ. કમિશનરશ્રીએ નાગરિકોને જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં ભારે પવન કે વરસાદની સ્થિતિ દરમ્યાન નાગરિકોએ પોતે કે પોતાના બાળકો, વાહનો વિગેરેને વૃક્ષો નીચે રાખવા નહી તથા રસ્તાઓ પર વાહનો ચલાવતી વખતે સાવચેતી રાખવી અને પોતાની જાત તથા જાનમાલને નુકશાની ન થાય એ માટે સચેત રહેવા અને તંત્રને સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે.