જીએસટી ગેરરીતિ પકડવા માટે રાજ્યના પોલીસ વડા દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા વધુ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અલ્પ શિક્ષીત, ગરીબ, અભણ લોકો પાસેથી આધારકાર્ડ મેળવી અને આધાર કેન્દ્ર પર જઇ નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી તેના આધારે જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ પેઢી અસ્તિત્વમાં લાવ્યા બાદ બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવી સહિતની કરચોરી કરવામાં આવે છે. આ અંગે પાલિતાણા ટાઉનમાં નોંધાયેલા ગુના તળે સોહિલ ઉર્ફે લાલો BJP અમીનભાઇ શેખ , દેવેન્દ્ર ઉર્ફે ભોલો રસીકભાઇ ધ્રોપાલને સીટ દ્વારા પકડી કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.નિલમબાગ પોલીસ સ્ટેશન તળેના ગુનામાં ઇમરાન ઉર્ફે ઇમુ કોળી વલીભાઇ લાખાણીને 2 દિવસના રિમાન્ડ, જ્યારે મુશ્તાક ઉર્ફે મેક્સ સલીમભાઇ કુરેશી 1 દિવસના રિમાન્ડ, કાસીમ શૈાકતઅલી ગોવાણી, આદીલ રફીકભાઇ કળદોરીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અમીન રજાકભાઇ પાંચા, સમીર મહમદભાઇ પાંચા, અનિક રફીકભાઇ પાંચાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.અમરેલી સાયબર ક્રાઇમના ગુના તળે વસીમ ઉર્ફે સાવજ મહેબુબભાઇ ખોખરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ધરપકડ કરવામાં આવેલા 10 આરોપીઓ પાસેથી મોબાઇલ, ડીજીટલ ડેટા મોટા જથ્થામાં મળી આવ્યો છે
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર