અમરેલી – ખાંભામાં બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હતી સતત વરસતા વરસાદ અને તેજ ગતિથી ફૂંકાતા પવનના કારણે મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી ખાંભાના મહાદેવપરામાં લાલભાઈ મનજીભાઈ ટાપનીયાનું મકાન પડી ગયું હતું ધૂંધવાના ગામે ભારે પવન અને વરસાદથી ગોરધનભાઈ રાઠોડની દુકાનની દીવાલ પડી ગઇ હતી ખાંભાનાં ભગવતીપરામાં આવેલ પાચાભાઈ નારણભાઈ રાઠોડના મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી
અંદર બાંધેલ ભેંસ અને ગાયને સામાન્ય ઇજા પહોંચી હતી સદનસીબે મોટી જાનહાની ટળી હતી
અશોક મણવર અમરેલી