બીપોર જોય વાવાઝોડાની આગાહી બાદ અમરેલી જિલ્લાનુ વહીવટી તંત્ર દરિયાઈ સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે સજજ થઇ ગયું છે દરિયા કાંઠા વિસ્તારના ગરીબો, નાના ખેત મજૂરો, માછીમારો અને કાચા મકાનોમાં રહેતા શ્રમિકો ને માટે ખાસ સેલ્ટર હોમ ઉભા કરી દીધા છે ને અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ ના 2 હજાર લોકોને પ્રાથમિક શાળાઓમાં તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે ને ફ્રુડ પેકેટથી લઈને વાવાઝોડાની અસર સમાપ્ત ના થાય ત્યાં સુધી સેલ્ટર હોમ કાર્યરત રાખવાની જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ છે ત્યારે રાજુલા ના મોટા આગરીયા ગામે મીડિયા દ્વારા સેલ્ટર હોમની મુલાકાત કરવામાં આવી હતી જ્યાં ફ્રુડ પેકેટ સાથે 80 જેટલા વ્યક્તિઓને રાખવામાં હતા ને તંત્ર દ્વારા કરાયેલ સુંદર વ્યવસ્થાઓ અંગે જાણકારી લીધી હતી
અશોક મણવર અમરેલી