જૂનાગઢમાં તંત્ર દ્વારા ઠેર ઠેર ભૂગર્ભ ગટર તેમજ ટૉરેન્ટ ગેસ લાઇન નાખવાં ખાડા કરવામાં આવ્યા છે. જે ખાડા કર્યા બાદ માટી નાખી ખાડા બુર્યા છે ત્યારે જોરદાર વરસાદ પડતા ત્યાં ફરી પાછા ખાડા પડી જતા જૂનાગઢની અનેક જનતા તેનો ભોગ બન્યા છે.શહેરના જોશીપરા વિસ્તારમાં એક ટ્રક ખાડામાં ફસાયો હતો. જ્યારે ખલિલ પુર રોડની રચના સોસાયટીમાં પાણી ભરાયાં છે. ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા આવા આડેધડ થતાં કામો બંધ કરવા માટે પત્ર લખાયો હતો.ત્યારે ધારાસભ્યનાં પત્રની પણ તંત્રએ અવગણના કરી કે શું ?? તેવું લોકો મુખે ચર્ચાઇ રહ્યું છે. લોકો ક્યાં સુધી આવા ખાડાનો ભોગ બનશે ? શુ તંત્ર કોઈ મોટી દુર્ઘટનામાં બને તેની રાહ જોઇ રહ્યું છે કે કેમ ? તેવો લોકો આક્રોશ જોવા મળી રહ્યો છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ