આગામી 14-15 જૂન દરમિયાન વાવાઝોડું ગુજરાતના દરિયાઈ પટ્ટા સહિતના જિલ્લાઓમાં ટકરાય તેવી સંભાવના હોવાથી આ આફત ને પહોંચવા રાજકોટ પૂર્વમાં વિસ્તારમાં રાહત રસોડા શરૂ કરાયા છે. જેમાં ગાંઠિયા અને સુખડીનાં 20 હજાર પેકેટ તૈયાર કરી લેવામાં આવ્યા છે. તેમજ જરૂર પડેત્યાં સુકો નાસ્તો પહોંચતો કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે અંગે મીડિયા સાથે વાત કરતા શહેર ભાજપ પ્રમુખ અને રાજકોટ પૂર્વના ધારાસભ્ય એ જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સૂચનથી
ગાઠિયા-સુખડીનાં સુકા નાસ્તાના ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી ગત રાતથી જ શરૂ કરી દેવામાં આવી છે અને 10 હજાર ગાંઠિયા તેમજ 10 હજાર સુખડીનાં પેકેટ તૈયાર પણ કરી લેવામાં આવ્યા છે. તેમજ સામાકાંઠે આવેલા પટેલવાડી અને રણછોડદાસ કોમ્યુનિટી સેન્ટર ખાતે આ સુકો નાસ્તો તૈયાર કરવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે અને આ ફૂડ પેકેટની જે કોઈ સ્થળે જરૂરિયાત હોય ત્યાં પહોંચતા કરવામાં આવશે.