રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર સ્થિત સેન્ટ મીરા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર શાળા સંચાલક દ્વારા બેફામ ફી વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળા દ્વારા એડમિશન ફી પણ લેવામાં આવે છે જે અગાઉ રૂ.2,000 હતી, આ વર્ષે રૂ.5000 કરવામાં આવ્યો છે. વર્તમાન સરકાર દ્વારા ફી નિર્ધારણ માટે FRC કમિટીની રચના કરવામાં આવી છે પરંતુ આ કમિટી આંખ આડા હાથ રાખેલ હોય તેવું લાગી રહ્યું છે. જેથી NSUI દ્વારા સેન્ટમેરી સ્કૂલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં અત્યારે અત્યારે ફ્રી વધારો પાછો ખેંચવા માં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી તેમજ જ્યાં સુધી ફ્રી વધારો પાછો ખેંચવા માં નહિ આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.