ગણતરીના દિવસોમાં સંગઠનનું માળખું જાહેર કરવામાં આવશે આં અંગે મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, 25મેનાં રોજ મારી શહેર પ્રમુખ તરીકે વરણી થઈ હતી. ત્યારબાદ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી સંગઠનનું નવું માળખું જાહેર કરી શકાયુ નથી. જો કે, હવે ગણતરીના દિવસોમાં સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવશે. તેમજ નવા માળખામાં બંધારણ મુજબ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવશે. અને જ્ઞાતિ-જાતિના સમીકરણને પણ સાંકળવાની સાથે પાર્ટી માટે વફાદારી નિભાવનારાને તેનું યથોચિત સન્માન મળશે. જો કે, જુના હોદ્દેદારોને સંગઠનમાં સમાવવામાં આવશે કે કેમ તે મામલે હજુ કોઈ નિર્ણય નહીં લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.આ સાથે RMCની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિવાદ મામલે તેઓએ જણાવ્યું હતું કે સરકાર નિયુક્ત સભ્ય ડો. સંજય ભાયાણી કલાસ 2 અધિકારી ન હોવાથી વિવાદ સર્જાયો છે તેમજ ગઈકાલે આ મુદ્દો અમારા ધ્યાન પર આવ્યો છે જેથી કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે તેમજ અભિપ્રાય આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે અને જરૂર જણાશે તો નિર્ણયમાં ફેરફાર કરવામાં આવશે