બિપરજોય વવાઝોડા નાં પગલે પીજીવીસીએલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેમાં મેન પાવર, મટીરીયલ ની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ લાઈન સ્ટાફ, ઈજનેર, કોન્ટ્રાકટર ની ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ સાથે સમગ્ર તૈયારીઓ મેનેજીંગ ડાયરેકટર શ્રી એમ.જે.દવે સાહેબનાં સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહી છે. તેમજ વીજ તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ તેમજ યોજવામાં આવી રહેલ મીટીંગો અંગે મુખ્ય ઈજનેર શ્રી ડી.વી.લાખાણી સાહેબે માહિતી આપી હતી.