ધોરાજીમાં નવો રોડ બનાવવા ની કામગીરી પહેલા આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 20 દિવસથી વધારે સમયથી રોડને ખોદી નાખવામાં આવ્યો છે અને નવો રોડ બનાવવાની કામગીરી ગોકળ ગાય ગતિએ ચાલી રહી છે જેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ડાઈવરજન રહેણાક વિસ્તાર માં આપી દેવામાં આવ્યું છે જેને કારણે રહેણાક વિસ્તારમાંથી ભારે વાહનો પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને જો વરસાદ આવશે તો રસ્તા પર ખોદેલા ખાડાઓ માં વરસાદી પાણી ભરાશે આડેધડ ખોદકામને કારણે ભૂગર્ભ ગટરની લાઈનો તૂટી ગયેલ છે અને પીવાના પાણીની પાઇપ લાઈન પણ અનેક જગ્યા એ તૂટી ગયેલ છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી