23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જેતપુર તાલુકામાં હિન્દૂ તરુણી ઉપર અમરેલીના વિધર્મી યુવક દ્વારા થયેલ દુષ્કર્મની ફરિયાદના પડઘા, કડક પગલાં લેવા માંગ


જેતપુર તાલુકામાં હિન્દૂ તરુણી ઉપર અમરેલીના વિધર્મી યુવક દ્વારા થયેલ દુષ્કર્મની ફરિયાદના પડઘા જેતપુરમાં પડ્યા છે…અમરેલીના વિધર્મી યુવક અને હિન્દી તરુણી એક વર્ષ પહેલાં બંને સોસીયલ મીડિયા મારફતે કોન્ટેક્ટમાં આવ્યા હતા,ત્યાર બાદ વિધર્મી યુવક તરુણીને લાલચાવીને હોટલમાં લઇ જઇને ત્રણ વખત દુષ્કર્મ કર્યું હોવાની જેતપુર તાલુકા પોલીસે માં ફરિયાદ નોંધાય હતી,તરુણીની માતાની ફરિયાદ બાદ પોલીસે અમરેલીના વિધર્મી યુવક સાહિલ પરમાર અને તેનો મિત્રો અમીર ચૌહાણની ધરપકડ કરી હતી, ત્યારે આજે જેતપુરમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સભા દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે…આ ઘટનાને લઈ ને જેતપુર મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં આ વિધર્મી યુવક સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને પીડિત તરુણીને ન્યાય આપવામાં આવે તેવી માગ કરેલ છે..સાથે જ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે નોંધનીય  છે કે જેતપુર તાલુકા પોલીસ દ્વારા અમરેલીના આ વિધર્મી યુવક સામે પોકસો સહિતની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે,


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -