32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સરથાણા પોલીસની માનવતા સામે આવી, પિતાના આપઘાત બાદ 6 વર્ષીય દીકરીના વ્હારે આવી પોલીસ


સુરતના સરથાણામાં રત્નકલાકારે માતા વિહોણી પુત્રીને સુવડાવી ફાંસો ખાઈ લીધો હતો. મુળ ભાવનગરના અને અગાઉ ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડના હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું.શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંક્શન બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. દીકરીને સુવડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો. જેથી નિરાધાર બનેલી માસૂમ દીકરીની વ્હારે સરથાણા પોલીસ આવી હતી.મહિલા પીએસઆઈ બી.ડી. મારૂએ માસૂમ દીકરીનું પ્રેમ પૂર્વક જતન કરી રહ્યાં છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં.ધર્મેન્દ્રભાઈ પાસે એક ડાયરી મળી આવી હતી.

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -