દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મહુડી ગામે બે દિવસ પહેલા દંપતિ સાથે લૂંટ વિથ મર્ડર ની ઘટના સામે આવી હતી જેમાં દંપતી પૈકી પત્નીને લુંટારુઓએ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની પ્રાથમિક તબક્કે પોલીસ સમક્ષ બહાર આવ્યું હતું ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી મૃતક પત્નીના પતિની એલસીબી પોલીસે શકના આધારે સઘન પૂછપરછ કરતા પતિ શૈલેષભાઈ સીદાભાઈ ડામોર પોલીસની પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાની ઘેલછા તેમજ તેની સાથે રહેવાની ઘેલછામાં વચ્ચે આવતી પોતાની પત્ની નો કાંટો કાઢવા માટે પત્નીને મોટર સાયકલ પર બેસાડી રાત્રિના સમયે મહુડી ગામે લઈ જઈ મોટર સાયકલ પરથી પાડી દીધી હતી તે સમયે તેની પત્નીને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને શરીરે ઓછી વચ્ચે બીજા પહોંચી હતી ત્યારે પતિ શૈલેષભાઈ એ નીચે પડેલી પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લીધી હતી ત્યારબાદ પતિ શૈલેષે નાટક શરૂ કર્યું હતું અને પોતાના સ્વજનોને ફોન કરી પોતાની સાથે લૂંટ થઈ અને પત્નીને મારી નાખી હોવાનો ઢોંગ કર્યો હતો ત્યારે પોલીસે સમગ્ર મામલે આરોપી પતિ શૈલેષભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટ કિશોર ડબગર